ઇતિહાસ


                   વિશ્વમાં દરેક પ્રજા નગર સ્થળને પોતાનો આગવો સ્વતંત્ર ઈતિહાસ હોય છે. ઈતિહાસ એ ધરતી વ્યકિતઓની યશગાથા ગોરવ છે. જયાં સંસ્કાર, શૂરવીરતા, આત્મ સમર્પણની ભાવના છે, તેની યાદગીરી શિલાલેખો, સ્તંભો, તોરણો કે તિમાઓ ઘ્વારા રહે છે. એ ભૂમિનાં સંસ્કૃતિના સ્મરણો-સંકેતો છે, પ્રજામાં પૌરુષ અને શૌર્યનું સિંચન કરે છે. કપડવંજ જૂના કાળથી વસેલું છે, તામ્રપત્રોથી જાણવા મળે છે કે તે સમયે કર્પટવાણિજયના નામે પ્રચલિત હતું. પ્રાચીન અનુમૈત્રિક યુગના નકશા જોતાં, તથા જૂના લશ્કરના માર્ગો જોતાં કર્પટવાણિજય શબ્દ જડે છે. તામ્રપત્રોમાં પણ કર્પટવાણિજય શબ્દ છે. ગુજરાતના મુખ્ય વ્યાપારી શહેરોમાં લશ્કરોની અવરજવરમાં તે પણ ગણનામાં હતું, આથી આ પણ એક મોખરાનું સ્થાન ધરાવતું હતું.
                    સર્વે વેપારી માર્ગોના સામાન્ય રીતે મીલન સ્થાન તરીકે કપડવણજ અગત્યનું સ્થાન હતું. જુની વાતો કહી જાય છે કે કપડવણજ સાહસિક વેપારી શ્રેષ્ઠીઓના થાણાં બ્રહમદેશ,સીઆમ અને મોરીશીયસ જેવા દૂર સુદૂરના પ્રદેશોમાં હતાં. ૧૪મા સૈકામાં મળી આવતા ઉસ-સાજીખાર-ચુનો મહુડાને લીધે સાબુ બનાવવામાં આવતો હતો અને આ સફેદ થવાથી સૈકાઓથી સિઘ્ધિ પામેલ હતો. થોડા સમય બાદ કાચને તૈયાર કરી તેમાંથી અન્ય બનાવટો બનાવતાં. તેની પણ પ્રસિઘ્ધિ મેળવેલ હતી. હજુ આ ઉધોગ આભલારૂપે વિધમાન છે.
                    બે એક સદીથી કાચના ઉધોગે કપડવણજને અનુપમ નામના આપેલ છે. કપડવંજની દુધીયા બંગડીઓ એક સમય પૂર્વ જર્મની,ઝેકોસ્લોવેકીયા, બેલ્જીયમને જાપાનના માલ કરતાં સારી ગણાતી. હાલમાં આ કારખાના છે. પ્રાચીન કાળમાં પ્રાતઃસ્મરણીય ભગવાન રામચંદ્રજીએ પિતૃ આગાને આધીન આ ધરતીને પાવન કરેલી મનાય છે. અવધપુરી થતા નુરપુરમાં મહારાજા દશરથનુ શ્રાઘ્ધ કરી તેની પાવન કરેલુ. શ્રાઘ્ધ માટે ભુદેવોને આમંત્રણ આપેલુ પણ પાણીનુ સંકટ હતુ આથી તે સમયે સ્વયં ભગવાને રામબાણ વડે તે સંકંટ દુર કરેલુ. ત્યારથી આ સ્થળ ને રામક્ષેત્ર કહેવામાં આવે છે. તે હાલનુ આપણું લસુંન્દ્રા. રામાયણ કાળમાં શ્રી ઉત્કંઠેસ્વર મહાદેવ જાંબાલીમુનીની ઉત્કંઠાથી વેત્રવતી (વાત્રક) ને કાંઠે પ્રગટ થયા. મહાભારત કાળમાં કેદારેશ્વર મહાદેવની સ્થાપના થઈ.
 
નોંધઃ આ વેબસાઇટ પર દર્શાવેલ માહિતી,આંકડા કે રકમ નગર સેવા સદન ના રેકોર્ડ પરથી લીધેલ છે. પરંતુ શરતચુક કે અન્ય કારણસર કોઇ પણ પ્રકારની માહિતીમાં ખામી કે ભુલ હોય તો નગર સેવા સદન ના રેકોર્ડ પરની માહિતી સાચી ગણવી. આ અંગે વેબસાઇટને કોઇ પણ પ્રકારે જવાબદાર ઠેરવી શકાશે નહી.
Total Visitor : 1875
All rights reserved @ Kapadwanj Nagarpalika

સંપર્ક:- કપડવંજ નગરપાલિકા, કપડવંજ
(O).02691-252365/262463  E-Mail : np_kapadvanj@yahoo.co.in                                                                            Remot Support